ગાંધીનગર

બિગ્શોટ ઇવેટ્સ મેનેજમેન્ટ દ્વારા 3 ઓગસ્ટના રોજ ટાઉનહોલ ખાતે જાદુ કિશોર કા… કાર્યક્રમનું આયોજન.

ગાંધીનગર :
તારીખ 2 જી ઓગસ્ટના રોજ ગાંધીનગરનો 55 મો જન્મદિવસ, 2 જી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇનો 63 મો જન્મદિવસ અને 4 થી ઓગસ્ટના રોજ લોક્પ્રિય ગાયક શ્રી કિશોર કુમાર નો 90 મો જન્મદિવસ છે.

આ ત્રણ ત્રણ મોટા પ્રસંગોની ઉજવણી એક ફેસ્ટીવલ તરિકે ગાંધીનગરની અનુભવિ સંસ્થા બિગ્શોટ ઇવેટ્સ મેનેજમેન્ટ દ્વારા તારીખ 3 જી ઓગસ્ટને શનિવારના રોજ ગાંધીનગરના ટાઉનહોલ ખાતે રાત્રે 8 કલાકે યોજવમા આવશે જેની ગાંધીનગરના રહેવાસીઓએ નોંધ લેવા સંસ્થા દ્વારા વિનંતી કરાઇ છે

આ દિવસે કેક કાપી આ ભવ્ય દિવસની ઉજવણિ કરવામા આવશે. આ સાથે કીશોર કુમારના પ્રખ્યાત ગીતોની મજા પણ માણીશુ. લક્ષ્મિ બેકરી દ્વારા દરેક પ્રેક્ષકો માટે મોઢુ મિઠુ કરવા ચોક્લેટની વ્યવસ્થા કરવામા આવેલ છે. અને આ શો લાઇવ ગાંધીનગર – જી લાઇવ દ્વારા લાઇવ કરવામા પણ આવશે.

બિગ્શોટ ઇવેટ્સ મેનેજમેન્ટના સિઇઓ શ્રી સંજય તન્નાએ ગાંધીનગરની જનતાને આ પ્રસંગે ખાસ હાજર રહેવા નમ્ર વિનંતી કરેલ છે. તેમજ આ કાર્યક્રમને માણવા માટે પ્રવેશ સંપૂર્ણપણે નિશુલ્ક રાખવામાં આવેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x