આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની પરમાણું ઘેલછા, આર્થિક કંગાલિયત છતાં અણુ શસ્ત્રો પાછળ ખર્ચી નાખ્યા ૧ અબજ ડોલર

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યંત નાજૂક છે. વિદેશી હુંડિયામણના અભાવે રોજ બરોજની જીવન જરુરિયાતી ચીજ વસ્તુઓ ખરીદવાના પણ ફાંફાં પડે ત્યારે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (આઇએમએફ) જેવી વિશ્વ સંસ્થાઓ પાસે લોન માટે હાથ જોડવા પડે છે. મોંઘવારી અને બેકારીએ માઝા મુકી છે તેમ છતાં પરમાણુ શસ્ત્રોની ઘેલછા ઘટી નથી. પરમાણુ હથિયારો પર નિયંત્રણ માટે અભિયાન ચલાવતા આઇકન નામના સંગઠનના જણાવ્યા અનુસાર દુનિયામાં પરમાણુ સમ્પન દેશો અણુ સંશોધન પાછળના ખર્ચમાં વધારો કરી રહયા છે નવાઇની વાત તો એ છે કે આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાને પણ ૧ અબજ ડોલર જેટલી રકમ એક વર્ષમાં પરમાણુ શસ્ત્રો પાછળ ખર્ચ કર્યા છે. વર્ષ ૨૦૨૩માં પરમાણુ ખર્ટ ૧૩ ટકા વધીને ૯૧.૪ અબજ ડૉલર થયો છે. અમેરિકા પછી ચીન ૧૧.૯ અબજ ડોલરના ખર્ચ સાથે પરમાણુ શસ્ત્રો પાછળના ખર્ચમાં બીજા ક્મે છે.જો કે અમેરિકાના ૫૧.૫ અબડ ડોલરના ખર્ચની સરખામણીમાં ચીન ઘણુ પાછળ છે. રશિયા અણુ સંશોધન ખર્ચમાં ૮.૩ અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે અને ફ્રાંસ ૬.૧ ડોલરના ખર્ચ સાથે ત્રીજા ક્રમે છે.

ભારત ૨૦૨૩માં ૨.૭ અબજ ડોલરનો ખર્ચ કરીને સાતમા સ્થાને છે, ઇઝરાયેલ ભારત પછી ૧.૧ અબજ ડોલરનો ખર્ચ પરમાણુ શસ્ત્રો પાછળ કરી રહયું છે. ભારતની પરમાણુ હથિયારો અને સંશોધન કરવાની ક્ષમતા પાકિસ્તાન કરતા બમણી છે. શસ્ત્રોના બજાર પર વૉચ રાખતી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટના જણાવ્યા અનુસાર ભારત પાસે ૧૭૨ પરમાણુ બોંબ બનાવવાની ક્ષમતા છે અથવા તો બનાવી લીધા છે જયારે પાકિસ્તાનની આ ક્ષમતા ૧૭૦ પરમાણુ બોંબની છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x