રાષ્ટ્રીય

‘NDAના ઘણાં લોકો મારા સંપર્કમાં’ રાહુલ ગાંધીએ ચોંકાવનારો દાવો કરી વડાપ્રધાન પર સાધ્યું નિશાન

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીની છબી નષ્ટ થઈ ઘઈ છે. તેમની વિચારધારા પણ નષ્ટ થઈ ગઈ છે. ભાજપનું મૂળ માળખું અને ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાની તેમની વિચારધારા પડી ભાંગી છે.તેમણે કહ્યું કે, ‘નરેન્દ્ર મોદી સરકારે ટકવા માટે સંઘર્ષ કરવો પડશે. લોકસભા ચૂંટણી-2024ના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા બાદ ભારતીય રાજકારણની સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે અને વડાપ્રધાન મોદીએ સરકાર બચાવવા માટે સંઘર્ષ કરવો પડશે.

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની રાયબરેલી (Raebareli) બેઠક પરના કોંગ્રેસ (Congress) સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પરિણામો અને એનડીએના સાથી પક્ષોનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘જીતેલી બેઠકોની સંખ્યા ખૂબ જ નાજુક છે અને નાનકડી ભૂલ સરકાર પાડી શકે છે. સ્થિતિ એવી છે કે, જો એક સાથી પક્ષ અન્ય તરફ પલટી મારશે તો સરકાર પડી શકે છે.’ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, મોદી ટીમમાં ઘણો અસંતોષ છે અને તેમના ઘણાં લોકો મારા સંપર્કમાં છે. જોકે રાહુલે આ અંગે વધુ માહિતી આપી નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x