નવસારીમાં બચાવ માટે ગયેલી NDRF ટીમ જ પાણીમાં ફસાઈ, રેસ્ક્યૂ કરવાની જરૂર પડી
નવસારી :
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. અનેક ગામો બેટોમાં ફેરવાયા છે. તો ધોધમાર વરસાદની સૌથી વધુ અસર નવસારી અને વલસાડ જિલ્લામાં જોવા મળી રહી છે. નવસારીમાં અનેક ગામો પાણીમાં ડૂબી ગયા છે. જેમને રેસ્ક્યૂ કરવા માટે એનડીઆરએફની ટીમ ખડેપગે છે. પણ એક ગામમાં રેસ્ક્યૂ કરવા માટે ગયેલી એનડીઆરએફની ટીમને પોતે રેસ્ક્યૂ માટે મદદ માગવી પડી હતી.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વાંગરી ગામે વરસાદી પાણીમાં પાંચ લોકો ફસાયા હતા. જેમને બચાવવા માટે એનડીઆરએફની ટીમ ગામમાં પહોંચી હતી. પણ અહીં ગામમાં પાણીના ધસમસતાં પ્રવાહ વચ્ચે એનડીઆરએફની ટીમ જ ફસાઈ ગઈ હતી. આમ રેસ્ક્યૂ કરવા માટે પહોંચેલી એનડીઆરએફની ટીમને રેસ્ક્યૂ માટેની જરૂર પડી હતી.