રાજ્યમાં વધુ 5 દિવસ વરસાદની આગાહી, આગામી 24 કલાકમાં આ જગ્યાઓએ પડશે ભારે વરસાદ
ગાંધીનગર :
વડોદરા બાદ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ચપેટમાં લીધું છે. રાજ્યમાં વિવિધ જગ્યાઓએ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પણ રવિવારે મેઘરાજાએ તાંડવ સર્જ્યું છે. ત્યારે રાજ્યભરમાં વધુ પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે. અને તેમાં પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અથિ ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત જુદા-જુદા જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. તો વલસાડ અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
ઉત્તર-પૂર્વ બંગાળ પર લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 48 કલાક બાદ ઉત્તર-પૂર્વ બંગાળ પર વરસાદી સિસ્ટમ આગલ વધશે. હવામાન વિભાગે સિસ્ટમની દિશા પર નજર રાખીને બેઠું છે. તો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદને લઈને હવામાન વિભાગે અનુમાન કર્યું છે. ઓગસ્ટ મહિનામાં 99 ટકા વરસાદ થવાનું અનુમાન છે. 99 ટકા વરસાદ સાથે 9 ટકા ઓછો-વધારે વરસાદ થઈ શકે છે.