ગુજરાત

રાજ્યના 214 તાલુકામાં મેઘરાજાની જમાવટ,સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો

રવિવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ નોંધાયો. લગભગ પાંચ કલાક સુધી સતત વરસેલા આ વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી.ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની હાજરી નોંધાઈ છે. આ વરસાદે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનજીવન પર નોંધપાત્ર અસર કરી છે. રવિવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ નોંધાયો. લગભગ પાંચ કલાક સુધી સતત વરસેલા આ વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. આ પરિસ્થિતિએ નાગરિકોના રોજિંદા જીવન પર ગંભીર અસર કરી હતી. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે.

24 કલાકમાં માણાવદરમાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો

24 કલાકમાં સુરતના મહુવામા સાત ઈંચ વરસાદ

24 કલાકમાં વંથલી અને દ્વારકામાં છ છ ઈંચ વરસાદ

24 કલાકમાં બારડોલી, કુતિયાણામાં છ છ ઈંચ વરસાદ

24 કલાકમાં ઓલપાડ, કામરેજમાં પોણા છ ઈંચ વરસાદ

24 કલાકમાં સુરત શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ

24 કલાકમાં મુંદ્રા, વાપી, મેંદરડામાં પાંચ પાંચ ઈંચ વરસાદ

24 કલાકમાં કપરાડા, બાબરા, ભેસાણમાં સાડા ચાર ઈંચ વરસાદ

24 કલાકમાં ભેસાણ, વલસાડ, ભરૂચમાં સાડા ચાર ઈંચ વરસાદ

24 કલાકમાં ભરૂચ, જૂનાગઢ શહેરમાં ચાર ચાર ઈંચ વરસાદ

24 કલાકમાં ખેરગામ, વિસાવદરમાં ચાર ચાર ઈંચ વરસાદ

24 કલાકમાં જેતપુર, નવસારીમાં ચાર ચાર ઈંચ વરસાદ

24 કલાકમાં ગણદેવી, ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

24 કલાકમાં જલાલપોર, હાંસોટ, કુંકાવાવમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ

24 કલાકમાં વાલોડ, રાણાવાવ, મોરબીમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ

24 કલાકમાં ચીખલી, માંડવી, ઉમરપાડામાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ

24 કલાકમાં ધોરાજી, અમદાવાદ શહેર, જામકંડોરણામાં 3 3 ઈંચ વરસાદ

ભારતીય હવામાન વિભાગ (IMD)ના વિજ્ઞાની પ્રદીપ શર્માએ આગામી પાંચ દિવસ માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના અનુસાર, ગુજરાતના તમામ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદની સંભાવના છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને ભરૂચ જેવા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે 27 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આગાહી પ્રમાણે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તમિલનાડુ, પુડુચેરી, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, બિહાર, ગુજરાત, કેરળ, ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x