ગુજરાત

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ

ચોમાસાએ નિર્ધારિત સમયથી 6 દિવસ (2 જુલાઈ) પહેલાં જ સમગ્ર દેશને આવરી લીધો છે. બધા રાજ્યોમાં ભારે વરસાદ છે. વંથલીમાં સોમવાર સવારથી મંગળવાર સવાર સુધી રેકોર્ડ 361 મિમી વરસાદ થયો.ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ વિસ્તારમાં આ દરમિયાન 200 મિમીથી વધુ વરસાદ થયો. NDRFએ જણાવ્યું કે તેમણે જૂનાગઢના કેશોદમાં પૂરમાં ફસાયેલા લોકોના બચાવ માટે એક ટીમ મોકલી છે.

આજે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી. 4 જિલ્લામાં યેલો એલર્ટ: ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નર્મદા બનાસકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી પણ આજે વરસાદની આગાહી.4 જુલાઈએ પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી.5 જુલાઈ: ગાજવીજ સાથે ભારે વરસાદ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી 6 7 જુલાઈ: સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x