ગાંધીનગરગુજરાત

કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવામાં નહેરુની સાથે સરદારની પણ હતી સંમતિ: શંકરસિંહ વાધેલા

ગાંધીનગર:

કાશ્મીરની કલમ 370ની નાબૂદી અંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા શંકરસિંહ વાધેલાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કલમ 370 દુર કરવામાં આવી નથી માત્ર કલમ 370 અંદરની અમુક જોગવાઈઓને દૂર કરવામાં આવી છે. કાશ્મીર ભારતનું અંગત છે હતું અને રહેશે.

કાશ્મીરીઓ સાથે સંવાદ કરીને કેન્દ્ર સરકારે સંવેદના પૂર્ણ રીતે આગળ વધી હોત તો વધારે સારું થઈ શકે છે. કાશ્મીરની કલમ 370 માટે જવાહરલાલ નહેરુ જવાબદાર હોવાના ભાજપના આક્ષેપો સામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, ‘માત્ર જે તે સમયના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ જ નહીં પણ ગૃહમંત્રી સરદાર વલ્લભ પટેલની પણ સંમતિ હતી એટલે જ તેને લાગુ કરવામાં આવી હતી.’

જવાહરલાલ નેહરુ જેટલા જવાબદાર છે એટલા જ સરદાર પટેલ પણ જવાબદાર હોવાનો મત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વ્યક્ત કર્યો હતો. ઉદાહરણ આપીને તેઓએ કેન્દ્ર સરકાર 370ની કલમ માટે જે કામગીરી કરી રહી છે એ કામગીરીથી ગૃહમંત્રી એકલાએ નથી કરી પ્રધાનમંત્રીની પણ સંમતિથી કરી છે. જે તે સમયે જવાલાલ નેહરૂએ પણ તે સમયના ગૃહમંત્રીની સંમતિથી જ આ પ્રકારની કામગીરી કરી હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *