ગાંધીનગરગુજરાત

ઉત્તર ગુજરાતના 400 તળાવોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે : નીતિન પટેલ

ગાંધીનગર:
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ભારત સરકારના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ કેબિનેટમાં પસાર કરવામાં આવ્યો અને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલના ત્રણ વર્ષ પૂર્ણ થયા તેનો કાર્યક્રમ રાજ્ય સરકાર તરફથી પ્રજાકીય ઓ લોકાર્પણનો કાર્યક્રમ હવે આવતીકાલે બપોરે રાખવામાં આવ્યો છે. તેની તૈયારીઓની કેબિનેટમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અનેક જિલ્લામાંથી ધારાસભ્યોની પાણીની રજૂઆત
પત્રકાર પરિષદ યોજીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં વરસાદના સાર્વત્રિક વરસાદ થયો છે જોકે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં વરસાદ નથી આ વિસ્તારોમાં પાણી આવે તેવો વરસાદ નથી. સિંચાઈ માટે વધારે પાણીની જરૂરિયાત છે ઘણા બધા જિલ્લાઓમાંથી સિંચાઈ માટે પાણીની રજૂઆત ધારાસભ્યો તરફથી આવી રહી છે. સ્થાનિક તળાવમાં અને નદી-નાળામાં પાણી ન હોવાના કારણે લાખોની સંખ્યામાં ગામડાઓમાં પશુધન પીવાના પાણીનો પ્રશ્ન ઊભો થાય તેવી સ્થિતિ છે.

ઉત્તર ગુજરાતના 400 તળાવોમાં આવશે નર્મદાના નીર
સુજલામ સુફલામ પાઇપલાઇન દ્વારા ઉત્તર ગુજરાતના નર્મદાનું પાણી 400થી વધુ તળાવોને ભરવામાં આવશે જેની શરૂઆત આપણાથી કરવામાં આવશે. પશુઓને પીવા માટેનું પાણી ઉપલબ્ધ થઇ શકશે. આજ રીતે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજનાની પાઇપ લાઇન દ્વારા પણ જ્યારે પાણીની જરૂરિયાત છે ત્યાં પાણી આપવામાં આવશે કે, જેનો પાક બચાવવા માટે વધારે પાણી આપવું જરૂરી છે. તે વિસ્તારોમાં પણ પાણી આપવામાં આવશે.

નર્મદાના પાણીની આવકમાં ગત વર્ષ કરતા વધારો
નર્મદા યોજનામાં ભગવાનના આશીર્વાદથી ગત વર્ષની સરખામણીમાં આજની તારીખે 15 મીટર વધારે પાણી સંગ્રહ થયો છે. અને અત્યારે 50,000 ક્યુસેક પાણીની આવક છે. આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારતીય અતિભારે વરસાદ પડવાની આગાહી હોવાની વાત મુખ્ય સચિવ દ્વારા કેબિનેટની અવગત કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x