ગુજરાતના સાત જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ,હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં હાલ ચોમાસાનું જોર ધીમુ પડી રહ્યું છે. કેટલીક જગ્યાએ વરસાદે સંપૂર્ણ વિરામ લેતા ગરમી અને ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. સાત જિલ્લામાં વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. તો રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું હવામાન વિભાગે જાહેર યલો એલર્ટ જાહેર કર્યું છે. તો સુરત, નવસારીઅને વલસાડમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે,સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
દેશના અન્ય જિલ્લાની વાત કરીએ અસમમાં વરસાદ આફતરૂપ બન્યો છે. 29 જિલ્લામાં પૂરનો કહેર યથાવત છ. 23 લાખ લોકો પૂરના પાણીથી પ્રભાવિત થયા છે.અત્યાર સુધીમાં પૂરને લીધે 70 લોકોના મોત થયા છે હજુ પણ લાખો લોકો મદદની રાહ જોઇ રહ્યાં છે.
ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં મૂશળધાર વરસાદથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સતત વરસી રહેલા વરસાદથી ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પૂર આવ્યું છે. સ્થાનિક પ્રશાસને મોટર લગાવીને પાણીના નિકાલની કામગીરી કરી રહી છે.ઉત્તરાખંડના ચંપાવત-બનબસા વિસ્તારમાં 24 લોકો નદી કિનારે ફસાયા હતા. SDRFની ટીમે તમામનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યાં હતા. તમામ 24 લોકોએ SDRFની ટીમનો આભાર માન્યો હતો.
આસામમાં વરસાદે ભારે તબાહી મચાવી છે.
આસામમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે છેલ્લા એક મહિનામાં પૂરને કારણે રાજ્યમાં 58 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય 23 લાખ લોકો પ્રભાવિત થયા છે. પૂરના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પૂરના કારણે પ્રાણીઓને નુકસાન થઈ રહ્યું છે અને અનેક ઈમારતોને નુકસાન થયું છે. રાજ્યમાં સેંકડો લોકો બેઘર બન્યા છે. નેમાટીઘાટ, તેજપુર, ધુબરી અને ગોલપારામાં બ્રહ્મપુત્રા અને અન્ય 9 નદીઓનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે નદીઓનું જળસ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે.
577 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે
પૂરના કારણે રાજ્યમાં 27 જિલ્લામાં 577 રાહત શિબિરો બનાવવામાં આવી છે. હાલમાં 5,26,000 થી વધુ લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે. ખોરાક અને અન્ય સહાય માટે વિતરણ કેન્દ્રો પણ સ્થાપવામાં આવ્યા છે. પૂરના કારણે 3,535 ગામો પાણીમાં ડૂબી ગયા છે. 68,768.5 હેક્ટર પાક વિસ્તાર પણ ડૂબી ગયો છે.
ડૂબી જવાથી બે લોકોના મોત થયા છે
ASDMAએ વધુમાં જણાવ્યું હતું કે, ‘6 જૂલાઈના રોજ ચરાઈદેવ જિલ્લામાં બે લોકો પૂરના પાણીમાં ડૂબી ગયા હતા. ગોલપારામાં એક અને મોરીગાંવ, સોનિતપુર અને તિનસુકિયા જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. ધુબરી જિલ્લો પૂરને કારણે સૌથી વધુ પ્રભાવિત થયો છે. આ પછી કછાર અને દરાંગ છે. 29 જિલ્લાઓમાં 2.396 મિલિયન લોકો પ્રભાવિત થયા છે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ગુવાહાટીના જ્યોતિ નગરમાં અભિનાશ સરકારના શોકગ્રસ્ત માતા-પિતાને મળ્યા હતા. અભિનાશ પૂર દરમિયાન મંદિર પાસેની ગટરમાં પડી જતાં ગુમ થઈ ગયા હતા. મુખ્યમંત્રીએ તેમના માતા-પિતા સાથે મુલાકાત કરી અને સંવેદના વ્યક્ત કરી હતી.
હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ મુશળધાર વરસાદ થયો છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, બિહાર, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા અને દક્ષિણ ભારતીય રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો