આંતરરાષ્ટ્રીય

આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી

મોદી સોમવારે રશિયા અને ઓસ્ટ્રિયાના ત્રણ દિવસના પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ખાસ કરીને સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે વેપાર વધારવા પર વાતચીત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાસ પર જશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂરા થવાના અવસર પર આ મધ્ય યુરોપીયન દેશની મુલાકાત લેવી ખૂબ જ સન્માનની વાત છે. બંને દેશો સહયોગ વધારવા માટે નવા રસ્તાઓ શોધવા પર ચર્ચા કરશે. તેમણે આ વાત ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમરની સોશિયલ મીડિયા પોસ્ટના જવાબમાં કહી હતી. PM મોદી સોમવારે રશિયા અને ઓસ્ટ્રિયાના ત્રણ દિવસના પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ખાસ કરીને સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે વેપાર વધારવા પર વાતચીત કરશે.

રવિવારે ઓસ્ટ્રિયાના ચાન્સેલર નેહમેરની સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપતાં વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે. પીએમએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, હું બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને સહયોગના નવા રસ્તાઓ શોધવા પર ચર્ચાની રાહ જોઈ રહ્યો છું. તેમણે કહ્યું કે લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનના સહિયારા મૂલ્યો એ પાયો છે જેના પર બંને દેશો સાથે મળીને વધુ ગાઢ ભાગીદારી બનાવશે.

અગાઉ, નેહમરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તે વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતના વડાપ્રધાનનું વિયેનામાં સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. તેમણે લખ્યું હતું કે આ મુલાકાત ખાસ સન્માનની વાત છે કારણ કે 40થી વધુ વર્ષોમાં કોઈ ભારતીય વડાપ્રધાનની મારા દેશની આ પ્રથમ મુલાકાત છે. તે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે ભારત સાથે રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અમને અમારા દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાની તક મળશે અને અનેક ભૌગોલિક રાજકીય પડકારો પર ઉત્તમ સહકાર વિશે વાત કરીશું. વડાપ્રધાન મોદીએ તેમની ટિપ્પણી પર નેહમેરનો આભાર વ્યક્ત કર્યો હતો.

રશિયાનો પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ

દુનિયાની નજર પુતિન-મોદી બેઠક પર ટકેલી છે. 16 સપ્ટેમ્બર 2022 ના રોજ એસસીઓની બેઠક દરમિયાન બેઠક દરમિયાન મોદીએ પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. યુક્રેન યુદ્ધના પગલે આ નિવેદને વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું હતું. યુક્રેન પર રશિયન હુમલા બાદ પીએમ મોદીની આ પ્રથમ રશિયાની મુલાકાત છે. જો કે, યુદ્ધ વચ્ચે, ભારતે પશ્ચિમી દેશોની નારાજગી છતાં રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવાનું ચાલુ રાખ્યું અને તટસ્થ દેશની ભૂમિકા ભજવી હતી.

ચાર દાયકામાં ભારતીય વડાપ્રધાનની ઓસ્ટ્રિયાની પ્રથમ મુલાકાત

પીએમ મોદી 8 અને 9 જુલાઈએ રશિયા જશે અને ત્યાંથી ઓસ્ટ્રિયા જશે. તેઓ 9 અને 10 જુલાઈના રોજ ઓસ્ટ્રિયામાં રહેશે. ચાર દાયકામાં ભારતીય વડાપ્રધાનની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. તેઓ રિપબ્લિક ઓફ ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેઝાન્ડર વાન ડેર બેલન અને ચાન્સેલરને મળશે. પીએમ મોદી અને ચાન્સેલર નેહમર ભારત-ઓસ્ટ્રિયાના ટોચના ઉદ્યોગ સાહસિકોની બેઠકને પણ સંબોધિત કરશે. મોદી વિયેનામાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x