ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

આર્ટિકલ 371 / આખરે કેન્દ્ર સરકાર સૌરાષ્ટ્ર-કચ્છ ડેવલપમેન્ટ બોર્ડની રચના ક્યારે કરશે?

ગાંધીનગર :
જમ્મુ-કાશ્મીરની પુનર્ગઠનના બિલ પર ગઈ કાલે સંસદમાં ચર્ચા કરવામાં આવી ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ (Saurashtra-Kutch) માટે અલગ વિકાસ બોર્ડ (Development Board) નો મુદ્દો ઉઠ્યો હતો. ગુજરાત રાજ્યની અલગ રચના થઇ ત્યારે કેન્દ્રએ બંધારણની કલમ 371-2 હેઠળ એવી જોગવાઈ કરી છે કે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ રાજ્ય બન્યા બાદ આ રાજ્યોના સ્થાનિક પ્રદેશના વિકાસ માટે અલગ બોર્ડની રચના કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર-કચ્છને ભેળવીને અલગ ગુજરાત રાજ્ય બન્યું તેને 60 વર્ષ પુરા થઇ રહ્યાં છે છતાં હજુ સૌરાષ્ટ્ર માટે બોર્ડની રચના કરવામાં આવી નથી. છ દાયકામાં અનેક સરકારો આવી એટલું જ નહીં સૌરાષ્ટ્રમાંથી અનેક સાંસદો ચૂંટાયા છે પણ આ મુદ્દો ક્યારેય પણ મહાભુત રીતે ઉઠાવાયો નથી. કાલે સંસદની ચર્ચામાં ફરી આ મુદ્દો તાજો થયો છે. સૌરાષ્ટ્રમાં પણ લોકોને આ અધિકાર મળ્યો છે તેની પુરી જાણકારી નેતાઓ પાસે નથી.

ભૂતકાળ પર નજર કરીએ તો તા. 15 ફેબ્રુઆરી 1948થી તા. 1 નવેમ્બર 1956 સુધી સૌરાષ્ટ્ર સરકાર અસ્તિત્વમાં હતી. કચ્છ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ હતું. બાદમાં સૌરાષ્ટ્રને મુંબઈ દીપક્ષી રાજ્યમાં ભેળવવામાં આવ્યું અને તા. 1 લઈ મેં 1960થી મુંબઈ અને ગુજરાત અલગ રાજ્ય બન્યાં હતાં. સંસદમાં મુંબઈ પુનર્ગઠન અધિનિયન બિલ લાવવામાં આવ્યું હતું. કેન્દ્રએ રાજ્યોના પુનર્ગઠન અને રાજ્યોને વિશેષ દરજજો આપવા કલમ 371 અને તેમાં સુધારા સંશોધન બિલ 371-2 પાસ કર્યું હતું.

બંધારણના આ સુધારામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રના જે રાજ્યો ભાળ્યા એ વિદર્ભ, મરાઠાવાડ અને શેસ મુંબઈ માટે મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર-કચ્છ માટે અલગ બોર્ડની રચના કરવામાં આવે. સૌથી મહત્વની વાત એ છે કે વિદર્ભ, મરાઠાવાડ અને મહારાષ્ટ્ર ડેવલપમેન્ટ બોર્ડની રચના 1994માં કરવામાં આવી ગઈ છે પણ હજુ સુધી સૌરાષ્ટ્ર માટે આવા કોઈ બોર્ડની રચના થઇ નથી.

સૌરાષ્ટ્ર-કચ્છ માટે આ સૌથી મોટો અન્યાય છે. 60 વર્ષથી આ મુદ્દો લટકી રહ્યો છે. સૌરાષ્ટ્રની નેતાગીરી પણ વામણી સાબિત થઇ છે. અનેક સરકારો આવી પણ સૌરાષ્ટ્રને ડેવલપમેન્ટ બોર્ડ મળ્યું નથી. સૌરાષ્ટ્ર-વેપાર ઉદ્યોગ, મહારાષ્ટ્ર મંડળના પ્રમુખ પરફગ તેજૂરા કહે છે અમે સૌરાષ્ટ્રના વિકાસ માટે અલગ બોર્ડ મળવું જોઈએ તેવી સરકારને રજૂઆતો કરી છે. આ બોર્ડના ચેરમેનને સ્ટેટ મિનિસ્ટરનો દરર્જ્જો મળવો જોઈએ તેવી પણ માંગણી છે પણ કોઈ પગલાં લેવાયા નથી. આ મુદ્દો સૌરાષ્ટ્રના નેતાઓએ મજબૂતાઈથી ફરી ઉઠાવવો જોઈએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x