રાજ્ય માટે ઐતિહાસિક ક્ષણ : નર્મદા ડેમના 26 દરવાજા ખોલવામાં આવ્યા છે.
નર્મદા :
જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ઘડી આવી ગઈ છે. રાજ્ય માટે આ ઐતિહાસિક ક્ષણ છે. નર્મદા ડેમ પર દરવાજા લગાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત ડેમ પરના દરવાજા ખોલવામાં આવ્યા છે. દરવાજા ખુલતાની સાથે જ ડેમ ખાતે અદભૂત નજારો જોવા મળ્યો હતો. શુક્રવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યંત્રી નીતિન પટેલ નર્મદા ડેમ ખાતે પહોંચ્યા હતા.
હાલ નર્મદા ડેમનાં 26 દરવાજા ખોલવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ડેમના 26 દરવાજા 0.92 સે.મી.સુધી ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમની ઇતિહાસમાં પ્રથમવાર દરવાજા ખોલાયા છે. ડેમ ખાતે પાણીની સપાટી 131 મીટરે વટાવી જતાં દરવાજા ખોલનો નિર્ણય લેવાયો હતો. હાલ ડેમની સપાટી 131.16 મીટર છે. ડેમમાં હાલ 6,23,635 ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે, જ્યારે 50,070 ક્યુસેક્સ પાણીની જાવક થઈ રહી છે.