યોગેશ્વર ચોકડી વિસ્તારમાં ટ્રેલરચાલકે એક્ટિવાસવાર બે વિદ્યાર્થિનીઓને ટક્કર મારતા, એકનું મોત
કચ્છના (Kutch) અંજારમાં માતેલા સાંઢની માફક દોડતા વાહનો લોકોના જીવ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. લાપરવાહીથી બેફામ હંકારતા વાહનચાલકોના લીધે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. એવી જ એક ઘટના અંજારથી સામે આવી છે. યોગેશ્વર ચોકડી વિસ્તારમાં (Yogeshwar chowkdi) ટ્રેલરચાલકે ગફલતભરી રીતે હંકારી એક્ટિવાસવાર બે વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા વનરાજસિંહ સોલંકીની પુત્રી રાજવીબાનું (Rajveeba) સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે અકસ્માત થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ચક્કાજામ કરી વિરોધ દાખવ્યો હતો.
કચ્છના (Kutch) અંજારમાં (Anjar) યોગેશ્વર ચોકડી વિસ્તારમાં આજે બેફામ આવતા ટ્રેલરચાલકે એક્ટિવાસવાર બે વિદ્યાર્થિનીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને વિદ્યાર્થીઓને ઇજાઓ થઈ હતી. અકસ્મતાને પગલે સ્થાનિક લોકોની ભારે ભીડ ભેગી થઈ હતી અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. માહિતી મુજબ, સારવાર દરમિયાન એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. મૃતકની કિશોરીની ઓળખ રાજવીબા તરીકે થઈ છે અને તેના પિતા વનરાજસિંહ સોલંકી (Vanrajsingh Solanki) ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે.