Uncategorizedગુજરાત

સાબર ડેરીનો મોટો નિર્ણય, નવ મહિનાનો ભાવફેર રૂ.258 કરોડ ચૂકવાશે

સાબરડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકોને અપાતી રીટેઈન મની ( ભાવફેર) રકમ ચૂકવવા તાજેતરમાં વ્યાપક રજુઆતો થવા પામી હતી. ડેરીના નિયામક મંડળ દ્વારા મંજૂર કરાયેલા રૂ.258 કરોડની નવ મહિનાની રીટેઈન મની ( ભાવફેર)ની રકમ 11 જુલાઈએ દૂધ મંડળીઓને દૂધ બીલમાં ચુકવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.

આ અંગે સાબરડેરીના એમ.ડી. સુભાષભાઈ પટેલે જણાવ્યું હતું કે દૂષ ઉત્પાદકો માટે ખેતી બિયારણ ખરીદી, બાળકોની શિક્ષણ ફી જેવી જરૂરીયાત માટે વર્ષ આખરે સાબરડેરી દ્વારા અપાતી રીટેઈનમની રકમ ચૂકવી આપવા રજુઆતો મળી હતી.જે અંતર્ગત સાબરડેરી દ્વારા કાયદાકીય સલાહ સૂચન મેળવી જુના નિયામક મંડળ દ્વારા મંજુર કરેલી એપ્રિલ 2023 થી ડિસેમ્બર 2023 સુધીના નવ મહિનાની રીટેઈન મનીની ચુકવણી માટે નવા ચૂંટાયેલા નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકોની હાલની જરૂરીયાતને ખાસ અગ્રમતા સાથે રાહત મળે તે હેતુથી જુના નિયામક મંડળ દ્વારા મંજૂર કરાયેલી રકમ તાત્કાલિક ચૂકવી આપવા મેનેજીંગ ડિરેક્ટરને સત્તા આપવામાં આવી છે.

જેથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકોને આ નવ મહિનાની રૂ.258 કરોડની રકમ 11 જુલાઈ 2024ના રોજ દૂધ મંડળીઓને દૂધ બીલમાં ચુકવી આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. તા. 1 જાન્યુઆરી 2024 થી 31 માર્ચ 2024ના સમયગાળાની ત્રણ મહિનાની રીટેઈન મનીની રકમ તથા આખા વર્ષની વાર્ષિક ચૂકવવા પાત્ર રકમ બંને આગામી ટૂંકા સમયગાળામાં ચૂકવવામાં આવનાર છે તેમ ડેરીના સુત્રોએ જણાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x