આગામી 3 કલાકમાં અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગ દ્વારા આજે સવારે કરવામાં આવેલી આગાહી અનુસાર અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પાટણ, જામનગર, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠામાં મધ્યમ અને બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે. આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે સવારે કરવામાં આવેલી આગાહી અનુસાર અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પાટણ, જામનગર, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠામાં મધ્યમ અને બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે.
કલ્યાણપૂરમાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ
ગઇકાલે સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાથી નદીઓ બે કાંઠે થઈ હતી. ત્યારે મોડી રાત્રે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીના બે કલાકમાં કલ્યાણપુરમાં 5 ઇંચ, પોરબંદરમાં 2.3 ઇંચ અને રાણાવાવમાં 1.4 ઇંચ વરસાદ પડ્યો છે.