મહાકુંભના મેળાને લઇ અમદાવાદથી ત્રણ સ્પેશિયલ ટ્રેનનું આયોજન
મહાકુંભ મેળા -2025માં મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-બનારસ અને સાબરમતી-બનારસ વાયા ગાંધીનગર કેપિટલ વચ્ચે બે જોડી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ભાવનગર ટર્મિનસ અને બનારસ વચ્ચે મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ટ્રેન માટે 21 ડિસેમ્બરથી બુકીંગ શરૂ થશે.ટ્રેન નંબર 09413 સાબરમતી -બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ સાબરમતીથી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14:45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 16 જાન્યુઆરી અને 05, 09, 14, 18, ફેબ્રુઆરી, 2025ના રોજ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09414 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન 17 જાન્યુઆરી અને 06, 10, 15, 19 ફેબ્રુઆરી 2025ના રોજ ચાલશે.