મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી
મુંબઈમાં પ્રસિદ્ધ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ છે. પોલીસે આ ઘટનાની માહિતી આપતા કહ્યું કે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ છે. તેમાં કેટલા મુસાફરો હતા તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. મળતી માહિતી મુજબ એલિફન્ટા જઈ રહેલી બોટનું નામ નીલકમલ હતું. તે ઉરણ, કારંજામાં ડૂબી ગઈ છે. આ બોટમાં 30 થી 35 મુસાફરો સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ અને યલોગેટ પોલીસ સ્ટેશન 3 અને સ્થાનિક માછીમારી બોટની મદદથી અકસ્માત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.