કંથારપુર વડના વિકાસ કામનું ગાંધીનગર કલેકટરે કર્યું નિરીક્ષણ
ગાંધીનગરના દહેગામ તાલુકાના કંથારપુર ગામે આવેલા મહાકાળી માતાજી વડ ખાતે જિલ્લા કલેક્ટર ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને વડના વિકાસ બાબતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા, જે પૈકી આ&બી વિભાગના અધિકારીઓને રોડ રસતાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવા સાથે,વડની આજુબાજુ બ્યુટીફિકેશન તેમજ વડના વિકાસને અનુકૂળ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ પ્રવાસન સ્થળનો વ્યાપ વધે તે માટે તમામ વિભાગના અધિકારીશ્રીઓએ એકબીજાના સંકલનમાં રહી તમામ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા કલેકટર ગાંધીનગર દ્વારા સુચન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત અંતર્ગત કલેકટર શ્રીએ ગ્રામજનોની રજૂઆતો સાંભળી એનો હકારાત્મક નિર્ણય કરવા સંબંધીત અધિકારીઓને સૂચના પણ આપી હતી. આ નિરીક્ષણ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી અને મામલતદાર સહિત ફોરેસ્ટ વિભાગ,આર એન્ડ બી, પંચાયત, મ્યુઝિયમ ડેવલોપમેન્ટ એજન્સી, મંદિર ટ્રસ્ટ ,સરપંચ અને ગ્રામજનો પણ જોડાયા હતા.