J&Kમાં સુરક્ષા દળોએ 5 આતંકીઓને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીર ના કુલગામ જિલ્લાના કદ્દર વિસ્તારમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશનમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જેમાં સુરક્ષા દળોએ 5 આતંકીઓને ઠાર કરી દીધા છે. આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે.બુધવારે રાત્રે જિલ્લાના બેહીબાગ વિસ્તારના કદ્દરમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો, જે બાદ સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી.