માણસા તાલુકાની એક નર્સિંગ કોલેજમાં નાસ્તા બાદ 28 છાત્રાઓની તબિયત લથડી
માણસા તાલુકાના પડુસ્મા ગામમાં આવેલી શાંતિનિકેતન નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પૈકી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને સવારે નાસ્તામાં બટાટા પૌઆ આપવામાં આવ્યા હતા, જે બાદ 28 વિદ્યાર્થિનીઓને ઉલટી-ઉબકાની ફરિયાદ થઇ હતી.વિદ્યાર્થિનીઓની તબીયત લથડતા તાત્કાલિક ચરાડા સીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવી હતી. જેમાં સાત વિદ્યાર્થીનીઓને તકલીફ વધારે જણાતા તેમને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી તેમાંથી બે ને દાખલ કરી ડોક્ટરે જરૂરી ઇમરજન્સી સારવાર આપી હતી, તો 28 પૈકી અન્ય વિદ્યાર્થિનીને ઉલટી જેવા ઉબકા આવતા હોવાથી પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી . આ બાબતે કોલેજ તેમજ ચરાડા સીએચસી સેન્ટર ખાતે પહોંચેલા રોગચાળા નિયંત્રી અધિકારી, તાલુકા હેલ્થ અધિકારી તથા તેમની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી પાણીના સેમ્પલ લઈ વધુ તપાસ માટે લેબોટરીમાં મોકલી આપ્યા છે વિદ્યાર્થીઓને સમયસર સારવાર મળી જતા બે ત્રણ કલાક બાદ તમામને કોલેજમાં જવા દેવામાં આવ્યા હતા.