રાષ્ટ્રીયવેપાર

દેશના કરોડો મોબાઈલ યુઝર્સ માટે સારા સમાચાર

દેશના કરોડો મોબાઈલ યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. જેમા ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈનું કહેવું છે કે કંપનીઓએ વોઈસ અને એસએમએસ પેક અલગથી આપવા પડશે. આ સાથે, ગ્રાહકોને ફક્ત જરૂરી સેવાઓ માટે ચૂકવણીનો વિકલ્પ મળશે. સાથે જ, STV એટલે કે સ્પેશિયલ ટેરિફ વાઉચરની મર્યાદા 90 દિવસથી વધારીને 365 દિવસ કરવામાં આવી છે. ટ્રાઈના નવા નિયમો પ્રમાણે 10 રૂપિયાનું ટોપ અપ વાઉચર હોવું જરૂરી છે. હાલમાં ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને કોમ્બો પેક આપે છે. 2G સિમ કાર્ડનો ઉપયોગ કરનારાઓને આનો સૌથી વધુ ફાયદો થશે. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં લોકો હજુ પણ 2જી સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.મોબાઈલ ઓપરેટરો દ્વારા હાલમાં ઓફર કરવામાં આવતી મોટાભાગની વોઈસ અને એસએમએસ યોજનાઓ ઈન્ટરનેટ/ડેટાની કિંમતોમાં સામેલ હોય છે. જેના કારણે સામાન્ય વપરાશકારોને વધુ રૂપિયા ચૂકવવા પડે છે. ઘણા ફીચર ફોન વપરાશકર્તાઓ અને વૃદ્ધ ગ્રાહકો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી. તેમ છતાં તેમને ડેટા પેક લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ટ્રાઈએ આ પગલા સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, મોબાઈલ કંપનીઓ આ સાથે સહમત ન થઈ અને કહ્યું કે આનાથી કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા અભિયાનની ગતિ ધીમી પડી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x