ગાંધીનગર

શહેરમાં ગેરકાયદે ચલાવાતા ઢોરવાડાને સદંતર બંધ કરાવવા અને કાયદેસરની કાર્યવાહી કરવા કલેક્ટરનો આદેશ છતાં મહાપાલિકામાં તેનો અમલ થયો નથી.

ગાંધીનગર :

ગાંધીનગરમાં ચોમાસામાં કોઇ માર્ગ કે કોઇ સેક્ટર રખડતા ઢોર વિનાના જોવા મળતાં નથી. વ્યાપક ગંદકી ફેલાવતા અને છાશવારે લોકોને ઇજા પહોંચાડવાની સાથે અકસ્માતનું કારણ બનતા ઢોર માટે પશુપાલકો દ્વારા ગેરકાયદે ઢોરવાડા પણ ચલાવવામાં આવે છે. જેને સદંતર બંધ કરાવવા સાથે કાયદેસરની કાર્યવાહી કરવા છેલ્લે સંકલનની બેઠકમાં કલેક્ટરે આદેશ આપ્યો હતો. પરંતુ મહાપાલિકા વિસ્તારમાં આજ સુધી તેનો અમલ થયો નથી.
શહેરમાં સમસ્યા બનેલા રખડતા ઢોરને પશુપાલકોએ આ ઢોરને દોહવા પુરતા મતલબ કે પોતાનો આર્થિક લાભ મેળવવા પુરતા ઢોરવાડામાં પુરવાના રહે છે. પરંતુ ત્યાંથી સવારે અને સાંજે બહાર ખદેડી મુકવામાં આવતાં હોવાથી રખડતા ઢોરના મૂળ સમાન ઢોરવાડા કે જે સંપૂર્ણ ગેરકાયદે છે અને ગંદકીનું ઉત્પતિ સ્થાન પણ છે. તેને જ હટાવી દેવાનો આદેશ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો. કલેક્ટરના ઉમદા હેતુને પાર પાડવાનું જો કે તંત્રએ મુનાસિબ માન્યુ નથી. આ સંજોગોમાં હજૂપણ શહેરમાં રખડતા ઢોર ચોતરફ જોવા મળી રહ્યાં છે.
ઉપરી અધિકારીઓની હાજરી હોય ત્યાં સુધી હામાં હા ભણી દેનારા કર્મચારીઓએ પાટનગરમાં ગેરકાયદે ઢોરવાડાના અતિ ગંભીર મુદ્દે પણ તેમની ચોક્કસ આવડતનું પ્રદર્શન કર્યુ હોવાના કારણે શહેરવાસીઓની સમસ્યા અને તેના સંબંધિ ફરિયાદો જેમની તેમ રહેવા પામી છે. અગાઉ મનપા દ્વારા અને તે પહેલા નોટિફાઇડ એરિયા દ્વારા અમદાવાદ ર્કોપોરેશનની ઢોર પક્કડ પાર્ટીને ચૂકવણું કરીને ગાંધીનગર બોલાવી રખડતા ઢોરને ડબ્બે પુરવામાં આવતા હતાં. પરંતુ ઢોરવાડા બંધ કરાવવા આવી વ્યવસ્થાની જરૂર નથી છતાં કલેક્ટરનાં આદેશનું પાલન કરાયું નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x