અમદાવાદના બગોદરા પાસે 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ
અમદાવાદ-રાજકોટ હાઇવે પર બાવળા બગોદરા વચ્ચે ભમાસરા ગામ નજીક થયેલા એક સાથે ચાર વાહનોનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ સામેલ છે. અકસ્માત બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી જેમાં બે વ્યક્તિના મોત થયા હતા અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા. અકસ્માત બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી જેમાં ત્રણ આઈસર ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી. રાજકોટથી અમદાવાદ આવતા આઈસર ચાલકે કાબૂ ગુમાવતા તે ડિવાઈડર કૂદી અન્ય વાહનો સાથે અથડાઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.