અમદાવાદ નજીક નશામાં ધૂત યુવકે કાર ઘરમાં ઘૂસાડી, 1નું મોત
અમદાવાદ નજીક ભાટ ગામમાં હિટ એન્ડ રનનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં નશામાં ધૂત એક કાર ચાલકે પ્રથમ બે થાંભલાને ટક્કર મારી હતી, ત્યારબાદ કાર ચાલકે એક આધેડને અડફેટે લઇ કાર એક ઘરમાં ઘૂસાડી દીધી હતી. આ અકસ્માતમાં આધેડને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત આ અકસ્માતમાં અન્ય બે યુવકોને પણ ઇજાગ્રસ્ત થયા હતા. કારમાં યુવકની સાથે અન્ય બે વ્યક્તિઓ પણ હોવાની વિગતો સામે આવી છે. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક યુવક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.