ડૉ. કિર્તિ ક્લાસીસઃ નિશાન સ્કોલરશિપ ટેસ્ટ વિદ્યાર્થી પ્રતિભા ઉજાગર કરવાની પહેલ
ગાંધીનગર
ગાંધીનગરની ઇંગ્લિશ મીડિયમ સંસ્થા ડૉ. કિર્તિ ક્લાસીસ દ્વારા નિશાન સ્કોલરશિપ ટેસ્ટ સફળતાપૂર્વક યોજાયો, જેમાં ૧૧૨૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ૬ થી ૧૦ ધોરણના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ આ ટેસ્ટ તેમની માનસિક ક્ષમતા, તર્કશક્તિ અને સમસ્યા ઉકેલવાની કુશળતાઓનું મૂલ્યાંકન કરેલ છે.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને વાલીઓને આર્થિક રાહત પૂરી પાડવા માટે તમામને આકર્ષક ઇનામ અને સ્કોલરશિપ પ્રમાણપત્ર આપવામાં આવ્યું. આ પહેલનું માર્ગદર્શન શ્રી મૌલિક શુક્લ, શ્રી ધ્રુવ પટેલ, અને ડૉ. કિર્તિ પટેલ દ્વારા આપવામાં આવ્યું.