ગાંધીનગર

આહીર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો ર૧ મો વાર્ષિક સન્માન સમારંભ યોજાશે.

ગાંધીનગર :

આહીર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા ગાંધીનગર આહીર સમાજનો ર૧ મો વિદ્યાર્થી સન્માન સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ તા.૮ મી સપ્ટેમ્બર, રવિવારના રોજ ટાઉન હોલ ખાતે યોજાનાર છે. તેમજ ૨૦૧૮-૧૯ ના શૈક્ષણિક વર્ષમાં જે વિદ્યાર્થીએ ગાંધીનગરમાં અભ્યાસ / વસવાટ કર્યો હોય તેવા ધોરણ ૧ થી ૧૨  તેમજ કોલેજના વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ કરવામાં આવનાર છે તો આ માટે ગાંધીનગરમાં વસવાટ/અભ્યાસ કરતાં આહીર સમાજના વિદ્યાર્થીઓએ તેમની માર્કશીટની ઝેરોક્ષ નકલની પાછળ પુરું નામ-સરનામું તથા મોબાઇલ નંબર લખીને તા.૨૫/૮/૨૦૧૯ સુધીમાં આહીર વિદ્યાર્થી ભવન, સેકટર-૧૫, ગાંધીનગર ખાતે રાખેલ ડ્રોપ-બોક્ષમાં પહોંચાડવાની રહેશે.

ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવનાર છે જેમાં ભાગ લેવા ઈચ્છતા  વિદ્યાર્થીઓએ તેમના નામ શ્રી શૈલેન્દ્ર આહીર મો.૯૦૯૯૦૯૨૨૪૨ ને સત્વરે સમયમર્યાદામાં મોકલી આપવાના રહેશે.
આહીર સમાજના જે પરિવારો ગાંધીનગરમાં નવા આવ્યા હોય તેમણે તેમની વિગતો (૧) શ્રી ગોવિંદભાઇ આહીર, મો.૯૮૭૯૪૪૩૯૬૫ અથવા (ર) શ્રી લખુભાઇ જોગલ મો.૯૯૭૮૪૦૭૫૬૦ ને પહોંચાડવા સંસ્થાએ અપીલ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x