ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતમાં 4 અફઘાની આતંકવાદીઓ ઘુસ્યા હોવાના સમાચાર સામે આવતા ગુજરાત પોલીસ એલર્ટ

ગાંધીનગર :
રાજ્યની તમામ પોલીસને એલર્ટ કર્યા છે. અફઘાનિસ્તાનની બોર્ડર ક્રોસ કરીને ભારતમાં 4 આતંકી ઘૂસ્યા હોવાના ઈનપૂટ આપવામાં આવ્યા છે. ગુજરાત ATSએ તમામ પોલીસને સ્કેચ ફેક્સ કર્યા છે. ગુજરાત એટીએસના એલર્ટ બાદ પોલીસ પણ એલર્ટ થઈ છે. હાલમાં ગુજરાતની તમામ બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.

આઈબી દ્વારા ગુજરાત પોલીસને આતંકી હુમલા ઈનપુટ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં ચાર શકમંદ શખ્સો ઘુસ્યા હોવાના ઇનપુટ મળતા ગુજરાતમાં દરેક શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી છે. અફઘાનિસ્તાન બોર્ડરથી જ અફઘાની પાસપોર્ટ ધરાવતા ચાર શખ્સો ઘુસ્યો હોવાના ઈનપુટને લઈને ભાવનગર પોલીસ દ્વારા એસ.ઓ.જી સહિતની એજન્સીઓને સતર્ક કરી કરી દેવામાં આવી છે.

ભાવનગર પોલીસ અધિક્ષક દ્વારા જીલ્લા અને શહેરના તમામ અવવાજાવન માર્ગો પર સઘન ચેકિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભાવનગર જીલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવતો હોવાથી દરિયાકિનારા પર સતત પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

માછીમારો સાથે સતત સંપર્કમાં રહી અને દરિયામાં થતી હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ભાવનગર શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, મલ્ટીપ્લેક્ષ તેમજ મોલ, પાર્કિંગ જેવા વિસ્તારો કે જ્યાં સતત માનવ મેદની રહેતી હોય ત્યાં ડોગ સ્કવોર્ડ અને બોંબ સ્કવોર્ડ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

વલસાડ જિલ્લાની પોલીસ અલર્ટ

IBના ઇનપુટ બાદ વલસાડ જિલ્લામાં પણ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. વલસાડ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર હથિયારધારી પોલીસ જવાનો તહેનાત કરી દેવાયા છે. અને તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલી ભીલાડ ચેકપોસ્ટ પર હથિયારધારી પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સવારથી જ વલસાડ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ભીલાડ ચેકપોસ્ટ પર પહોંચી પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવતા જતા વાહનનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ગુજરાતના દરિયા કિનારાઓ પર અલર્ટ

બીજી બાજુ ગુજરાતના દરિયા કિનારાઓને ફરી એકવાર અલર્ટ કરી દેવામાં આવ્યા છે. IBએ દરિયાઈ માર્ગે આતંકવાદીઓ ઘુસણખોરી કરે તેવું ગુજરાત પોલીસને અલર્ટ આપ્યું છે. પાકિસ્તાની આતંકવાદીઓ કચ્છ સરહદેથી ગુજરાતમાં ઘુસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે કચ્છ અને ગુજરાતના દરિયા કિનારા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાત મરીન અને સીમા સુરક્ષા દળના જવાનોએ સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. એટલું જ નહીં સંવેદનશીલ વિસ્તારોમાં હથિયારધારી જવાનો ખડેપગે છે. સાથે જ સરહદી ગામમાં રહેતા ખલાસીઓ અને ખારવાઓને સાવધાન કરવામાં આવ્યા છે. અને જો કોઈ અજાણી બોટ કે વ્યક્તિ જોવા મળે તો પોલીસને જાણ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x