રાષ્ટ્રિય શોક ભૂલી ભાજપની ઉજવણીથી સર્જાયો વિવાદ
ભાજપ પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક હોવાનો દાવો કરે છે ત્યારે ભાજપના પોકળ દાવાઓ વચ્ચે રાષ્ટ્રીય શોક ભૂલી ભાજપના જ મણીનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટે ઉજવણી કરી હોવાનુ સામે આવ્યુ છે. વિવાદ વધતા કેટલાક અણસમજુ કાર્યકર્તાઓએ ઉજવણી કરી હોવાનું ધારાસભ્ય અમુલ ભટ્ટે સ્વીકાર્યું હતુ. ઉજવણીનો કાર્યક્રમ થયો તે અંગે mlaએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી. જોકે કાર્યકરો આવ્યા, સ્વાગત કર્યું અને ફોટા પડાવ્યા તેનો સ્વીકાર કર્યો. અમુલ ભટ્ટે પોતાનો બચાવ કરતા કહ્યું કે, આ ઉજવણી કાર્યકરોએ ઉત્સાહમાં આવીને કરી હતી. તેમણે કહ્યું, મેં મારી ઓફિસે મળવા બોલાવ્યા હતા. અને ઓફિસની અંદર ફુલહારથી સન્માન કર્યું છે. ઓફિસની અંદર મીઠાઈ ખવડાવી સેલિબ્રેશન કર્યું છે બહાર કોઈ કાર્યક્રમ નથી કર્યો.