જાન્યુઆરી 2025માં 15 દિવસ બેન્કો રહેશે બંધ
જાન્યુઆરી મહિનાનો પહેલો દિવસે એટલે કે 1લી જાન્યુઆરીએ નવા વર્ષ નિમિત્તે કેટલાક રાજ્યોની બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત આખા મહિનામાં અનેક મોટા તહેવારો અને ખાસ તહેવાર આવી રહ્યા છે. આ મહિનામાં ક્યા દિવસે બેંકોમાં રજા રહેશે તેની યાદી આ પ્રમાણે છે.
1 જાન્યુઆરી, 2025: નવા વર્ષ નિમિત્તે કેટલાક રાજ્યોમાં બેંક રજા રહેશે.
2 જાન્યુઆરી 2025: નવા વર્ષ અને મન્નમ જયંતિને કારણે બેંકમાં રજા રહેશે.
5 જાન્યુઆરી 2025: રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
6 જાન્યુઆરી 2025: ગુરુ ગોવિંદ સિંહ જયંતિ નિમિત્તે બેંકો બંધ રહેશે.
11 જાન્યુઆરી 2025: મહિનાના બીજા શનિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
12 જાન્યુઆરી 2025: રવિવારે અને સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે રજા રહેશે.
14 જાન્યુઆરી 2025: મકરસંક્રાંતિ અને પોંગલના કારણે બેંક બંધ રહેશે.
15 જાન્યુઆરી 2025: તિરુવલ્લુવર દિવસ, માઘ બિહુ અને મકરસંક્રાંતિના કારણે બેંક રજા.
16 જાન્યુઆરી 2025: ઉજ્જવર તિરુનાલ નિમિત્તે બેંકમાં રજા રહેશે.
19 જાન્યુઆરી 2025: રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
22 જાન્યુઆરી 2025: ઈમોઈનને કારણે બેંકોમાં રજા રહેશે.
23 જાન્યુઆરી 2025: નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ પર બેંકો બંધ રહેશે.
25 જાન્યુઆરી 2025: મહિનાના ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
26 જાન્યુઆરી 2025: પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રજા રહેશે.
30 જાન્યુઆરી 2025: સોનમ લોસર નિમિત્તે બેંકો બંધ રહેશે.