રાષ્ટ્રીયવેપાર

પેટ્રોલ – ડિઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા

કન્ફફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પોતાના બજેટ સૂચનોમાં ઇંધણ પર એક્સાઇઝ ડયુટી ઘટાડવાની ભલામણ કરી છે. જેના કારણે વપરાશ વધારી શકાય. ઉદ્યોગ સંગઠને જણાવ્યું છે કે વપરાશ વધારવા માટે ખાસ કરીને નિમ્ન આવક સ્તરે આ છૂટ આપવી જોઇએ. કારણકે ઇંધણની કીંમતો ફુગાવાને ખૂબ જ વધારે છે. બજેટમાં 20 લાખ રૂપિયા પ્રતિવર્ષ સુધીની વ્યક્તિગત આવક માટે માર્જિનલ ટેક્સ દરોને ઘટાડવા અંગે પણ સરકારને વિચાર કરવા જણાવ્યું છે.સીઆઇઆઇએ જણાવ્યું છે કે આનાથી વપરાશ, ઉચ્ચ વિકાસ અને ઉચ્ચ ટેક્સ આવકના ચક્રને ગતિ આપવામાં પણ મદદ મળશે.સૂચનોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે વ્યકિતઓ માટે મહત્તમ માર્જિનલ દર 42.74 ટકા અને સામાન્ય કોર્પોરેટ ટેક્સ દર 25.17 ટકાની વચ્ચેનું અંતર વધારે છે. આ સ્થિતિમાં ફુગાવાએ નિમ્ન અને મધ્યમ આવકવાળાઓની ક્રય શકિતને ઓછી કરી દીધી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x