ગાંધીનગર જિલ્લામાંથી ખનિજ ચોરી કરતા વધુ ત્રણ ટ્રેક્ટર ઝડપાયા
ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે તંત્રમાં થઈ રહેલ દરેક કામગીરીનું નિરીક્ષણ કરવા સાથે, આપેલી સૂચનાઓનું બરાબર અમલીકરણ થાયછે કે કેમ, તેના પ્રતિભાવો અંગે પણ અપડેટ મેળવતા રહે છે.ત્યારે ગાંધીનગરમાંથી ખનીજચોરી સદંતર બંધ થાય તે માટેના કલેકટરના નિર્ધાર અને ભૂસ્તર તંત્રના પ્રયાસો કારગર નિવડે તે આશયથી મિડિયા પર પણ તેઓ નજર રાખતા રહે છે.જેથી છુટતી કડી મેળવી પ્રયાસોમાં સફળતા મેળવી શકાય.
પરિણામે જિલ્લામાં તંત્ર દ્વારા ચાંપતી નજર રાખી વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.જે અંતર્ગત તા.૩૦- ડિસેમ્બર,૨૦૨૪ ના રોજ ગાંધીનગરની ક્ષેત્રિય ટીમ દ્વારા આકસ્મિક તપાસ દરમિયાન મગોડી ખાતે ખારી નદીપટ વિસ્તારમાં ત્રણ ટ્રેક્ટર બિનઅધિકૃત સાદીરેતી ખનિજનું ખનન કરી વહન કરતા આશરે ૧૫ લાખનો મુદ્દામાલનો જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરેલ ટ્રેક્ટર-ટ્રોલી સહીત ટ્રેક્ટર ચેચીસ નં. MBNAAAEALPJ404431 માં આશરે ૧.૦૦ મે.ટન, જેના વાહન માલિક કેતનજી જગાજી ઠાકોર રહે.મગોડી તા.જી.ગાંધીનગર અને ટ્રેક્ટર નં. GJ-18-EA-9134 ખાલી વાહન જેના વાહન માલિક મુકેશજી બચુજી ઠાકોર જે બિનઅધિકૃત સાદીરેતી ખનિજ ભરવા જવા તથા ટ્રેક્ટર નં. GJ-18-ED-1892 માં આશરે ૪.૦૦ મે.ટન જેના વાહન માલિક ભીખીબેન રમેશજી ઠાકોર રહે.મગોડી તા.જી.ગાંધીનગર મળી કુલ ૦૩ ટ્રેક્ટર વાહનો બિન અધિકૃત રોયલ્ટી પાસ વગર ખનન કરી વહન કરતા પકડાયા છે.જેને મોટા ચિલોડા ચેકપોસ્ટ તા.ગાંધીનગર ખાતે સીઝ કરવામાં આવ્યા છે. જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.