નવા વર્ષને લઈ પોલીસ ખડેપગે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઉજવણી
આજે 2024 ની છેલ્લી સવાર છે, આવતીકાલથી 2025ની શરૂઆત થવાની છે, ત્યારે આજે નવા વર્ષની ઉજવણી માટે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં અત્યારે તેની તૈયારીઓ પણ પૂરી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે ગુજરાતના 4 મહાનગરોમાં પોલીસે પણ ખડેપગે જોવા મળશે. એટલું જ નહીં પરંતુ લોકો માટે ખાસ સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં આજે 31st ની ઉજવણીને લઈને પોલીસે આખા શહેરમાં ચાપતી નજર રાખશે. શહેરમાં ક્યાંય કોઈ અઘટિત ઘટના ન બને, કોઈ પાર્ટીમાં અશ્લીલતા કે મહિલાઓ સાથે કોઈ દુર્વ્યવહાર ના થાય તે માટે પણ પોલીસે ખાસ કાળજી લેશે. આજે પાર્ટીને આયોજકોએ પણ મહિલા સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું પડશે.પોલીસે પણ આ માટે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. જ્યાં પણ આવી કોઈ ઘટના બનશે ત્યાં પોલીસ આકરી કાર્યવાહી પણ કરશે.