પ્રાંતિજ નજીક મુસાફરો ભરેલી ખાનગી બસમાં લાગી ભીષણ આગ
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ નજીક મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં અચાનક આગ લાગતાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો. મળેલી માહિતી અનુસાર, તમામ મુસાફરો બસમાંથી બહાર ઉતરી જતા મોટી જાનહાનિ ટળી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠાનાં પ્રાંતિજનાં કતપુર ટોલ પ્લાઝા પાસે સુરતથી ઉદયપુર જઈ રહેલી મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ લાગતાં તમામ મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી, આગની ઘટનામાં બસ અને બસમાં રાખેલો સામાન બળીને ખાખ થયો હતો.