ગાંધીનગરમાં ઠંડીનો પારો સાડા ત્રણ ડિગ્રી ગગડ્યો
ગુજરાતમાં કાતિલ ઠંડીમાં ઘટાડો થયો છે. સતત બીજા દિવસે ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થાય છે જોકે, બપોર દરમિયાન ગરમીનો અહેસાસ થવા લાગ્યા છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં સતત બે દિવસથી ઠંડીમાં વધારો થઈને 10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તો બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક જ દિવસમાં સાડા ત્રણ ડિગ્રી તાપમાન ઘટડીને 10.8 ડિગ્રી પહોંચી ગયું હતું. ગુજરાતમાં બે દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે ગુજરાતનું કાશ્મિર ગણાતા નલિયામાં પણ તાપમાનમાં વધારો થયો હતો.