આજે વિશ્વ બ્રેઈલ દિવસ: જાણો મહત્વ….
વિશ્વ બ્રેઇલ દિવસ દર વર્ષે 4 જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ ફ્રેન્ચ શિક્ષક લુઈ બ્રેઈલની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જેમણે બ્રેઈલ લિપીની શોધ કરી હતી. આ દિવસ દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. બ્રેઇલ લિપિ એ બ્લાઇડ લોકોની ભાષા છે, જેનો ઉપયોગ તેઓ વાંચવા અને લખવા માટે કરે છે. સમાજમાં જન્મજાત અથવા અન્ય કોઈ કારણસર આંખની રોશની ગુમાવનાર લોકોને સમાન દરજ્જો આપવા અને શારીરિક ઉણપને કારણે તેઓ શિક્ષણ અને કારકિર્દીથી વંચિત ન રહી જાય તે માટે લુઈસ બ્રેઇલે બ્રેઈલ લિપિની શોધ કરી અને તેને શક્ય બનાવ્યું હતું. દૃષ્ટિહીન લોકોને આત્મનિર્ભર બનવામાં મદદ કરી હતી. લુઈસ બ્રેઈલનો જન્મ 4 જાન્યુઆરી 1809ના રોજ ફ્રાન્સના કુપ્રે નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સાઇમેન રેલે બ્રેઈલ હતું, જેઓ વ્યવસાયે શાહી ઘોડાઓ જીન બનાવવાનું કામ કરતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ તંગ હતી, જેના કારણે લુઈસે માત્ર ત્રણ વર્ષની ઉંમરે પિતા સાથે કામ કરવાનું શરૂ કર્યું. જોકે અકસ્માતમાં તેની એક આંખમાં છરી ઘુસી ગઈ હતી અને આંખને નુકસાન થયું હતું. બાદમાં બીજી આંખમાં પણ દ્રષ્ટિ ગુમાવવાનું શરૂ કર્યું. અછતને કારણે તેને યોગ્ય સારવાર પણ મળી શકી ન હતી. લુઈસ બ્રેઈલ 8 વર્ષની ઉંમરે દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી બેસે છે.