વર્ષ 2013ના રેપ કેસમાં આસારામને સુપ્રીમ રાહત
સુપ્રીમ કોર્ટે આસારામને મોટી રાહત આપી છે. મંગળવારે સુનાવણી કરતા કોર્ટે આસારામને 31 માર્ચ સુધી જામીન આપ્યા છે. આસારામને વર્ષ 2013ના રેપ કેસ મામલે જામીન આપ્યા છે. તેમને આ જામીન મેડિકલ કંડીશનને ધ્યાનમાં રાખીને આપ્યા છે. જોકે કોર્ટને આસારામને કડક સૂચના આપી છે કે વચગાળાના જામીન પર બહાર આવ્યા બાદ તે કોઈ અનુયાયીને નહીં મળે.