આજે કેબિનેટ બેઠક, જાણો કયા મુદ્દાઓ પર થશે ચર્ચા..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે, જેમાં HMPVના નિયંત્રણ માટે તકેદારીનાં પગલાની ચર્ચા કરવામાં આવી શકે છે. તેમજ આરોગ્ય વિભાગ તેઓનો રિપોર્ટ રજૂ કરશે. આ સિવાય બનાસકાંઠા જિલ્લાનાં વિભાજન પછી ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવનાર છે. તથા વાવ-થરાદ જીલ્લામાં ન જોડાવવા થયેલી રજૂઆતો અંગે ચર્ચા પણ કરવામાં આવશે. અમરેલીમાં પાટીદાર દીકરીનાં વિવાદનાં મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવનાર છે. જ્યારે આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભા સત્રને લઈને ચર્ચા કરવામાં આવશે. તેમજ કેબિનેટ બેઠક બાદ વિધાનસભા સત્રની તારીખ જાહેર થઈ શકે છે.