વટવા GIDCમાં બોઈલર ફાટતા લાગી આગ
અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ 2માં આગની ઘટના બની હતી, જેમાં કંપનીની અંદર શ્રમિકો કામ કરી રહ્યાં હતા તે દરમિયાન બોઈલર ફાટતા આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા કંપનીના મેનેજર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કઈ રીતે બોઈલર ફાટયું તે દિશામાં તપાસ હાથધરી છે.