સુરતમાં પતંગ ચગાવતી વખતે દાજી જવાથી એક બાળકનું મોત
ઉત્તરાયણનાં તહેવારને હવે માત્ર ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે, ત્યારે તે પહેલા સુરતમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં સચીન GIDCમાં પતંગ ચગાવતી વેળાએ હાઈટેન્શન લાઈનમાં પતંગની દોરી ફસાઈ જતાં 13 વર્ષીય માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. હાલ તો સચીન GIDC પોલીસે અક્સ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.