અબજોપતિ ઈલોન મસ્કે ભારત-ચીનને ચેતવ્યાં, જાણો મામલો..
અબજોપતિ ઈલોન મસ્કે ભારત અને ચીન સહિત અન્ય દેશોમાં વસ્તી ઘટાડાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેણે X એકાઉન્ટ પર એક ગ્રાફનો ફોટો પોસ્ટ કર્યો. જેમાં વિશ્વના મુખ્ય દેશો વિશે જણાવ્યું છે જેમની વસ્તી ઝડપથી બદલાવાની શક્યતા છે. નોંધનીય છે કે મસ્કે તેને માનવતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. ટેસ્લાના સીઈઓ દ્વારા પોસ્ટ કરાયેલા ગ્રાફમાં દક્ષિણ કોરિયા, સિંગાપોર અને જાપાન વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુજબ, થોડા સમય પછી સિંગાપોરની વસ્તીમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે.