ગુજરાત

નારીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીનું સ્વાભિમાન આંદોલન ઠંડીમાં પણ યથાવત

દીકરીને ન્યાય અપાવવાની માંગ પર પરેશ ધાનાણી ઠંડીમાં પણ અડગ, આંદોલન યથાવત

અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટી સામે થયેલી પોલીસ કાર્યવાહી અને જાહેર સરઘસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમરેલી લેટરકાંડ મામલે પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ‘નારી સ્વાભિમાન આંદોલન’ શરૂ કરી અમરેલીનાં રાજકમલ ચોક ખાતે ઉપવાસ પર બેઠા છે.

તેમની સાથે વીરજી ઠુમ્મર સહિતનાં નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આ આંદોલનમાં સહભાગી થયા છે. ત્યારે, ગઈકાલે મોડી રાતે કડકડતી ઠંડીમાં પણ પરેશ ધાનાણી સહિત આગેવાનો લડત લડતા જોવા મળ્યા હતા. અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટી સામે થયેલી પોલીસ કાર્યવાહી અને જાહેર સરઘસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત, જેની ઠુમ્મરે અમરેલી પોલીસ અને સરકાર સામે આકરા પ્રહાર કરી પાટીદાર દીકરીને ન્યાય આપવાની માગ કરી છે. ‘નારી સ્વાભિમાન આંદોલન’ હેઠળ પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠા છે.

અમરેલીનાં રાજકમલ ચોક ખાતે રાતનાં 2 કલાકે કડકડતી ઠંડીમાં પણ પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠા જોવા મળ્યા છે. જો કે, કાર્યકર્તાઓએ કડકડતી ઠંડીની બચવા તાપણું કરીને હૂંફ મેળવી હતી.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x