કેનેડાને પહેલીવાર મળી શકે છે હિન્દુ વડાપ્રધાન..
કેનેડામાં જસ્ટિન ટ્રુડોના રાજીનામા પછી શું આગામી ચૂંટણી પછી કેનેડામાં પહેલીવાર હિન્દુ વડાપ્રધાન મળી શકે છે. કેનેડામાં ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ વડાપ્રધાન પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ચંદ્ર આર્ય હાલમાં કેનેડામાં સાંસદ છે, તેમના દાવાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે, કારણ કે વર્ષ 1867થી કેનેડામાં 23 વડાપ્રધાનો બદલાયા છે. પરંતુ આજ સુધી કોઈ હિન્દુ, શીખ કે મુસ્લિમ વ્યક્તિ કેનેડાના વડાપ્રધાન બન્યા નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ચંદ્ર આર્યએ લખ્યું કે, ‘હું કેનેડાના આગામી વડાપ્રધાન બનવા માટે આપણા દેશનું પુનર્નિર્માણ કરવા અને આવનારી પેઢીઓ માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી લડી રહ્યો છું. હું આવી સરકારનું નેતૃત્વ કરવા તૈયાર છું. આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. એવી સમસ્યાઓ જે પેઢીઓથી જોવા મળી નથી. આનો ઉકેલ લાવવા માટે કઠિન પસંદગીઓની જરૂર પડશે.