કુડાસણમાં જમીન વિવાદમાં દલાલ વિષ્ણુ રબારી પર 8 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો
ગુજરાતના પાટનગર ગાંધીનગરના કુડાસણમાં જમીન વિવાદમાં એક દલાલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મૂળ પાટણના વતની અને હાલ રાયસણ ગુડામાં રહેતા વિષ્ણુ રબારી પર ફોરચ્યુનર અને ક્રેટા કારમાં આવેલા આઠ શખ્સોએ હુમલો કર્યો હતો. ભુલાવડી ગામની જમીનના લખાણને લઈને થયેલા વિવાદમાં વિજય ઉર્ફે લાલો અને તેના સાથીદારોએ કંસાર હોટલ સામે વિષ્ણુને જોતાં જ તેના પર કાર ચડાવી દીધી હતી. એટલું જ નહીં, હુમલાખોરોએ લાકડીઓ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આસપાસના લોકોએ વિષ્ણુને બચાવ્યો હતો અને તેના મિત્ર રાજન ઠાકોર તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઈન્ફોસિટી પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.