ahemdabadગાંધીનગરગુજરાત

ઉતરાયણના દિવસે 108 એમ્બ્યુલન્સને મળ્યા કેટલા ઇમરજન્સી કોલ? જાણો..

ઉતરાયણના દિવસે પતંગની દોરીથી ગળું કપાઈ જવા, ધાબા પરથી પડી જવા,પતંગ લૂંટવા જતા અકસ્માત જેવા અલગ-અલગ બનાવો બને છે. જે માટે ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહે છે. ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વ પર 108 એમ્બ્યુલન્સને 4947 જેટલા ઈમરજન્સી કૉલ મળ્યા હતા. જે ગત વર્ષે આજ સમયગાળાની સરખામણીમાં 345 વધુ છે. ઉતરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં વધારોમાં વધારો થયો છે. અમદાવાદમાં સૌથી વધુ 732 કૉલ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 320, રાજકોટમાં 235, વડોદરામાં 234, ભાવનગરમાં 157, પંચમહાલમાં 134, દાહોદમાં 130, ગાંધીનગરમાં 118, વલસાડમાં 113 અને જામનગર જિલ્લામાંથી 108ની ટીમે 104 ઈમરજન્સી કૉલ રિસીવ કર્યાં છે. આખા દિવસ દરમિયાન ટૂ-વ્હીલર અકસ્માતના 585 અને ફૉર વ્હીલર અકસ્માતના 172 કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ અનુક્રમે 87 અને 34 કૉલ નોંધાયા છે. આ સિવાય 108 ઈમરજન્સીએ શ્વાસ સબંધિત કુલ 183 કોલ એટેન્ડ કર્યા હતા, જેમાં સૌથી વધુ 50 કોલ માત્ર અમદાવાદમાંથી જ આવ્યા હતા.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x