રાષ્ટ્રીય

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

દિલ્હી :

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું નિધન થઇ ગયુ છે, તેમને દિલ્હીની એમ્સમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે જેટલીને 9 ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અરૂણ જેટલીએ દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સથી બીકોમ અને દિલ્હી યૂનિવર્સિટીમાંથી એલએલબીની પદવી મેળવી છે. અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર, 1952માં નવી દિલ્હીની નારાયણા વિહાર વિસ્તારના જાણીતા વકીલ મહારાજ કિશન જેટલીના ઘરે થયો હતો. અરૂણ જેટલી એક સારા રાજકારણીની સાથે સાથે જાણીતા વકીલ પણ હતા.

અરૂણ જેટલીએ પોતાની રાજકીય કરિયરની શરૂઆત દિલ્હી વિવિના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષના રૂપમાં કરી હતી. 1974માં તે દિલ્હી યૂનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના અદ્યક્ષ પસંદ થયા હતા. આ સાથે તેમની રાજકીય કરિયરની પણ શરૂઆત થઇ હતી. દેશમાં લાગેલી 19 મહિનાની ઇમરજન્સી દરમિયાન તે જેલ ગયા જ્યાં તેમની મુલાકાત સંઘના નેતાઓ સાથે થઇ હતી અને પછી અહીથી જેટલીની નવી સફર શરૂ થઇ હતી.

અરૂણ જેટલીની રાજકીય કરિયર

– વીપી સિંહ સરકારમાં તેમણે 1989માં વધારાના સોલિસિટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા, તેમણે બોફોર્સ કૌભાંડની તપાસમાં પેપરવર્ક પણ કર્યુ હતું.
– 1991માં તે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની ગયા, 1999માં ચૂંટણીમાં તે ભાજપના પ્રવક્તા બન્યા અને ભાજપના કેન્દ્ર સરકારમાં આવ્યા બાદ અરૂણ જેટલીને સૂચના અને પ્રસારણ મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર આપવામાં આવ્યો.
– ભાજપના નેતા પ્રમોદ મહાજનના મોત બાદ પાર્ટી પ્રમુખ રણનીતિકાર બનીને ઉભર્યા હતા. અરૂણ જેટલી 2009માં પ્રથમ વખત રાજ્યસભામાં ગયા હતા.
– અરૂણ જેટલીએ પોતાની પ્રથમ લોકસભા ચૂંટણી અમૃતસરથી કોંગ્રેસના નેતા કેપ્ટન અમરિંદર સિંહ વિરૂદ્ધ લડી હતી.જોકે, આ ચૂંટણીમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ પાર્ટી માટે તે લકી સાબિત થયા હતા. ભાજપે 2014ની ચૂંટણી ભારે બહુમતથી સરકાર બનાવી હતી.
– અરૂણ જેટલીની મનપસંદ રમત ક્રિકેટ છે, તે 2014 પહેલા બીસીસીઆઇના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x