માણસાના ખડાત ગામે સામાજિક ઓડીટની કામગીરી હાથ ધરવામાં આવી
સામાજિક ઓડીટ યુનિટ, ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જીલ્લાઓમાં ગ્રામ વિકાસ યોજનાઓ જેવી કે મહાત્મા ગાંધી નરેગા, પ્રધાન મંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન, ૧૫મુ નાણાપંચ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, મધ્યાહન ભોજન યોજના, આઈસીડીએસ – આંગણવાડી અને પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર (પીડીએસ) યોજનાઓના લાભો જરૂરિયાતમંદ લોકો સુધી પહોચે તે હેતુથી રાજ્યભરમાં સામાજિક ઓડીટની કામગીરી કરવામાં આવી રહી છે.
જેના ભાગ રૂપે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ખડાત ગામે સામાજિક ઓડીટની કામગીરી માટે ગ્રામસભા યોજવામાં આવી હતી. જેમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામસભામાં વિવિધ યોજનાઓમાં થયેલ કામગીરી અને અને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત ગ્રામજનોના સૂચનો અને પ્રશ્નો મેળવવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતના હોદ્દેદારો, ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા પ્રશ્નોનાં નિરાકરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ગ્રામસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગાંધીનગરના સામાજિક ઓડીટરશ્રી પ્રિયંકાબેન, લોકપાલશ્રી અલ્કેશભાઈ,ગ્રામ રોજગાર સેવક રાઠોડ મહાવીરસિંહ અને રાઠોડ અનિરુદ્ધસિંહ,કલસ્ટર કૉ-ઓર્ડીનેટર રાઠોડ પ્રવિણસિંહ,ટી.આર.પી. જીગ્નેશાબેન,મેટ રાઠોડ ગોવિંદસિંહ અને રાઠોડ વિનુસિંહ ઉપસ્થિત રહ્યા હતા.