ખેડામાં નીલગાય આડે આવતા કારમાં સવાર 4 યુવકોના મોત
ગુજરાતના ખેડામાં રાત્રે માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયાના સમાચાર સામે આવતા ચકચાર મચી જવા પામી છે. નીલગાય આડે આવતાં મહિસાગરના બાલાસોરના યુવકોની ઇકો કાર પલટી ખાઈ જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર યુવકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બાલાસોરના ઓથવાડ ગામના ચાર યુવકો પોતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો મંડપ નક્કી કરવા જઈ રહ્યા હતાં તે દરમિયાન એકાએક નીલગાય વચ્ચે આવી જતાં કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલાં ચારેય યુવકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.