ahemdabadગાંધીનગરગુજરાત

અમદાવાદ અને ગાંધીનગરમાં 10 સ્થળોએ EDના દરોડા

અમદાવાદ અને ગાંધીનગરમાં EDના દરોડા પડ્યા છે. જેમાં ઈલેક્ટ્રોથર્મની ઓફિસમાં બે દિવસથી કાર્યવાહી ચાલી રહી છે. તેમાં બેન્ક છેતરપિંડી કેસમાં તપાસ ચાલી રહી છે ત્યારે 37 બેન્ક ખાતામાં 33.67 કરોડ EDએ ફ્રીઝ કર્યા છે. તથ બે મર્સિડીઝ કાર પણ EDની ટીમે જપ્ત કરી છે તથા કેસમાં કુલ 179 કરોડની મિલકત ટાંચમાં લીધી છે. ED દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બેંક છેતરપિંડી કેસમાં દરોડા પાડવામાં આવતા અન્ય વેપારી વર્ગમાં ફફડાટ છે. દરોડા દરમિયાન 2 મર્સિડીઝ કાર તેમજ 37 બેંક ખાતાઓ ફ્રીઝ કરાયા છે. 37 બેંક ખાતાઓમાં કુલ 33.67 કરોડ રૂપિયા જમા હતા. ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડ સામે ચાલી રહેલા બેન્ક છેતરપિંડીના કેસમાં ઈડીએ અમદાવાદ અને ગાંધીનગરમાં દરોડા પાડ્યા છે. જેમાં અગાઉ આ કેસમાં કુલ 179 કરોડની મિલકત ઈડીએ ટાંચમાં લીધી છે. મુકેશ ભંડારી, શૈલેષ ભંડારી સહિતના લોકો સામે CBIએ બેન્ક ફ્રોડની ફરિયાદ નોંધી હતી. તથા બેન્ક ઓફ ઈન્ડિયા સાથે રૂ.631.97 કરોડના કથિત કૌભાંડમાં ફરિયાદ નોંધાઈ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x