શેર બજારમાં મોટો કડાકો..
શેરબજારમાં આજનો શુક્રવાર બ્લેક ફ્રાઈડે બન્યો છે. મોટાપાયે વેચવાલીના પગલે સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. 10.55 વાગ્યે 707 પોઈન્ટના કડાકે 76335.18 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 189.60 પોઈન્ટ તૂટી 23122.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે મોર્નિંગ સેશનમાં કુલ ટ્રેડેડ 3745 પૈકી 1668 શેર સુધારા તરફી અને 1889 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 73 શેર વર્ષની ટોચે, જ્યારે 39 શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. 176 શેરમાં અપર સર્કિટ અને 179 શેરમાં લોઅર સર્કિટ વાગી છે.